ગુજરાતમાં ભાજપ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં ઉપયોગમાં લીધેલી રણનિતી અપનાવશે

Webdunia
ગુરુવાર, 23 માર્ચ 2017 (15:20 IST)
ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ ભાજપા પોતાના આ શાનદાર પર્ફોમન્સની ફોર્મ્યુલા રજૂ કરવામાં લાગી ગઈ છે. અંદરખાને પાર્ટી એવી બુકલેટ તૈયાર કરશે, જેમાં આ શાનદાર જીત સાથે જોડાયેલી સ્ટ્રેટજીની વ્યાખ્યા હશે. આ દસ્તાવેજ ભાજપાનું યુપી યુનિટ તૈયાર કરી રહ્યું છે. આ ફોર્મ્યુલા ખાસ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે બનાવામાં આવી રહી છે. ભાજપાના સ્ટેટ જનરલ સેક્રેટરી વિજય બહાદુર પાઠકે અગ્રણી અખબાર સાથે વાતચીતમાં કહ્યું કે હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે.

આ બુકલેટ યુપીમાં અપનાવેલ સ્ટ્રેટજી અંગે વિસ્તૃત માહિતી આપતી હશે. આ રણનીતિ એટલી સફળ રહી છે કે પાર્ટીના બાકી રાજ્યોના યુનિટ પણ તેનો સ્ટડી કરશે. યુપી ભાજપાના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે બુકલેટમાં ભાજપા 4 સેન્ટ્રલ સ્કીમનો મુખ્યત્વે ઉલ્લેખ કરશે, જેનો કેમ્પેન દરમ્યાન ઉપયોગ ઘણો સફળ રહ્યો. ત્રિપાઠીએ કહ્યું કે જન ધન યોજના, ઉજ્જવલ ગેસ યોજના, સ્વચ્છ ભારતના રૂપમાં તૈયાર કરાયેલા 20 લાખ ટોયલેટ, અને નીમ કોટેડ યુરિયા સ્કીમ જેવી 4 સ્કીમો યુપીમાં સૌથી સફળ રહી. બુકલેટમાં વિસ્તારથી દર્શાવાશે કે અમે આ સ્કીમો અંગે વોટર્સ સુધી કંઇ રીતે મેસેજ પહોંચાડ્યા. બુકલેટમાં એ વાતનો ઉલ્લેખ કરાશે કે પહેલી વખત ભાજપાએ યુપીમાં 14 કરોડ વોટર્સનો ડેટાબેસ તૈયાર કર્યો છે.

આ ડેટાબેસ 27 કેટેગરીના આધાર પર તૈયાર કરાયો છે, જેમાં જેંડર, કાસ્ટ, અને ઇકોનોમિક પ્રોફાઇલ સામેલ છે. આ ડેટા બેસનો ઉપયોગ સ્ટ્રેટિજી અને ટિકિટ ડિસ્ટ્રિબ્યુશનમાં ઉપયોગ કરાયો. ભાજપાનું યુપી યુનિટ 11.52 લાખ બુથ લેવલ કાર્યકર્તા તૈયાર કરાયા તેને પણ મુખ્યત્વે રજૂ કરી રહી છે. આ કાર્યકર્તાઓએ યુપીના 1.47 લાખ પોલિંગ બુથની રક્ષા કરી. એક મોટી ટીમે યુપીના અંતરિયાળ ગામડાંઓ સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડ્યો. બુકલેટમાં 2 જાન્યુઆરીના રોજ લખનઉમાં બુથ સ્તરના કાર્યકર્તાઓની યોજાયેલી બેઠકની તરફ ઇશારો કર્યો છે. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી, તેનાથી આ કાર્યકર્તાઓને મોટી પ્રેરણા મળી.
Next Article