રાજ્યમાં કોરોનાના 910 નવા કેસ, રિકવરી રેટ 93.79 ટકાએ પહોંચ્યો

Webdunia
શનિવાર, 26 ડિસેમ્બર 2020 (13:33 IST)
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે કોરોના વાઇરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 910 નવા કેસ નોંધાયા હતા. સાથે આજે 1,114 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 2,25,206 દર્દીઓ સજા થયા છે. 
 
તંત્રની મહેનત રંગ લાવી રહી હોય એમ રાજ્યમાં સાજા થવાનો 93.79 ટકા પર પહોંચ્યો છે. એ જ રીતે રાજ્ય સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 56,970 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિદિન 876.46 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 93,30,491 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 
રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 5,09,875 જેટલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,09,759 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે જયારે બાકીના 116 લોકોને ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં કુલ 6 લોકોએ કોવીડ-19ના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે પૈકી અમદાવાદમાં 3, સુરતમાં 2 અને રાજકોટમાં 1 વ્યક્તિનું દુઃખદ મૃત્યુ થયું છે. 
 
જયારે આજના દિવસે સુરતમાં 122, અમદાવાદમાં 184, વડોદરામાં 107, રાજકોટમાં 62, ગાંધીનગરમાં 17, જામનગરમાં 5, બનાસકાંઠામાં 14, મહેસાણામાં 20, ભરૂચમાં 17, નર્મદામાં 7, જૂનાગઢમાં 11, પાટણમાં 8, ભાવનગરમાં 19, સુરેન્દ્રનગરમાં 6, સાબરકાંઠામાં 9, મોરબીમાં 11, અમરેલીમાં 21 અને કચ્છમાં 16 કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

Next Article