રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ આ ઉમેદવારોને મેદાને ઉતારશે, જાહેર કર્યા નામ

Webdunia
શુક્રવાર, 13 માર્ચ 2020 (10:19 IST)
ગુજરાતની ચાર સીટો પર થનાર રાજ્યસભાની ચૂંટણી લઇને ગુરૂવારે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી હાઇકમાન્ડે અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. સોલંકી ગુજરાત કોંગ્રેસમાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. શુક્રવારે રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારી દાખલ કરવાનો અંતિમ દિવસ છે. આજે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી દાખલ કરશે. 
 
ગુરૂવારે દિવસભર શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લાને ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારવાની અટકળો ચાલી રહી હતી. બીજી તરફ સાંજે કોંગ્રેસ ધારાસભ્યો એકજુટ થઇને વિરોધમાં ઉતર્યા અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાને ઉમેદવારોને ફરીથી ઉતારવા પર પુન વિચાર કરવાની અપીલ કરી. તો એક તરફ ભરતસિંહ સોલંકીને ઉમેદવાર જાહેર કરવા એક જુથે જીદ કરી. આખરે સાંજે હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીના નામ પર મોહર લગાવી દીધી. 
 
હાલમાં ગુજરાતમાંથી ચાર રાજ્યસભા સાંસદ છે, જેમાં રાજ્ય સાંસદ ચુનીભાઇ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વડોદરિયા અને શંભૂપ્રસાદ ટૂંડિયા છે, જેમનો સમયગાળો 9 એપ્રિલના રોજ પૂર્ણ થશે. આ ચાર રાજ્યસભા સાંસદોમાં ચુનીભાઇ જુનાગઢથી, લાલસિંહ વડોદરિયા આણંદથી અને શંભૂપ્રસાદ ટૂંડિયા અમદાવાદથી છે. આ ત્રણે સાંસદ ભાજપ પાર્ટીના નિશાન પર ચુંટાયા હતા. 
 
તો બીજી તરફ મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસના નિશાન પર રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. હાલ 182 વિધાનસભા સીટો ગુજરાત વિધાનસભામાં 103 ભાજપમાંથી છે અને કોંગ્રેસના 73 ધારાસભ્ય છે. તો બીજી તરફ ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અપક્ષ ધારાસભ્ય છે. જ્યારે બે વિધાનસભા સીટો ખાલી છે. 
 
ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 13 માર્ચ, ઉમેદવારી પત્રો તપાસવાની તારીખ 16 માર્ચ અને ઉમેદવારી પરત લેવાની તારીખ 18 માર્ચ છે. અને મતદાનની તારીખ 26 માર્ચ છે, જેમાં સવારે 9 થી 4 વાગ્યા સુધીએ મતદાન થશે

સંબંધિત સમાચાર

Next Article