Gujarat SSC Result 2018: 67.24% વિદ્યાર્થીઓ થયા પાસ, 99% લાવીને સવાનાએ કર્યુ ટોપ

Webdunia
સોમવાર, 28 મે 2018 (10:07 IST)
ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી એજ્યુકેશન બોર્ડે આજે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર સવારે  8.00 વાગ્યે 10માં ધોરણના પરિણામ જાહેર કરી નાખ્યા છે. GSEB SSC Result 2018 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ  gseb.org પર પોતાનો સ્કોર જોઈ શકે છે. બપોરે 11 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. આ વર્ષે  GSEB SSC Result 2018નુ પાસ પર્સેંટેઝ 67.50% ટકા રહ્ન્યુ. 99 ટકા લાવીને સવાના હિલ ઈશ્વરભાઈ એ પરીક્ષામાં ટોપ લર્યુ છે. સવાનાએ 600માંથી 594 અંક મેળવ્યા છે. બીજી બાજુ બીજા સ્થાન પર 600માંથી 589 અંક સાથે લાડાની કૃષિ હિમાંશુકુમાર બીજા સ્થાન પર અને 586 અંક સાથે હિંગરાજીયા પ્રિયલકુમાર જિતુભાઈ ત્રીજા સ્થાન પર છે. 
 

જો કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષના મુકાબલે 0.74% ઓછી છે. પણ બીજી બાજુ ગયા વર્ષની તુલનામાં આવા વિદ્યાથીઓની સંખ્યામાં બમણો વધારો થયો.  જેણે 90%થી વધુ અંક મેળવ્યા. આ વર્ષે 6,378 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મળી છે. વર્ષ 2017માં આવા વિદ્યાર્થીઓની સંખ્યા 3,750 હતી. 
 
10માં ધોરણની પરિક્ષા આપનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 11,03,854
પાસ થનારા વિદ્યાર્થી : 5,68,192
ફેલ થનારા વિદ્યાર્થી : 5,28,689 
 
આ વર્ષનું પરિણામ ગયા વર્ષ કરતા ઓછું રહ્યું હતું.
 
સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું રહ્યું હતું. ધોરણ 10માં સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધારે રહ્યું હતું. સુરતનું પરિણામ 80.06% આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે.
 
માતૃભાષા કરતા અંગ્રેજીનું પરિણામ વધારે રહ્યું છે. સૌથી ઉંચા પરિણામમાં સૌરાષ્ટ્રના ત્રણ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લા રહ્યા છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 368 રહી હતી જ્યારે A 1 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6378 અને A2 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 33956 રહી હતી.
ગણિતમાં સૌથી ઓછું પરિણામ
 
અગાઉથી જેની આશંકા હતી તે પ્રમાણે આ વખતે ગણિતનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ગણિતમાં આ વખતે 68.26 ટકા વિદ્યાર્થી જ પાસ થયા છે. આ ઉપરાંત, અંગ્રેજીનું પરિણામ પણ સૌથી ઓછું રહ્યું છે. અંગ્રેજીમાં આ વખતે 71.21 ટકા સ્ટૂડન્ટસ પાસ થયા છે. અંગ્રેજી પછી સૌથી ઓછું પરિણામ સાયંસ અને ટેક્નોલોજીનું આવ્યું છે. આ વિષયમાં 71.42 ટકા વિદ્યાર્થી પાસ થયા છે.
 
વિદ્યાર્થિનીઓનું 73.33%, વિદ્યાર્થીઓનું 64.69 % પરિણામ
– ગેરરીતિ બદલ 1198 વિદ્યાર્થીઓનું પરિણામ અનામત
– વેબસાઈટ પર કરાયું પરિણામ જાહેર
– અમદાવાદમાં માલવ ગોહિલ ટોપર્સ
– માલવ ગોહિલને 99.92, શાશ્વત મહેતાને 99.85 પર્સેન્ટાઈલ
– વિશ્વા સોનીને 99.63, રાજ પટેલના 99.67 પર્સેન્ટાઈલ
– પ્રથમ ક્રમાંક આવનાર વિદ્યાર્થીને 99.99 પર્સેન્ટાઈલ
 
ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા
A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6378
A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 33,956
B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 72,739
B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,27,110
C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,72,350
C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,13,932
D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6937
E ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 12

સંબંધિત સમાચાર

Next Article