70 દિવસમાં જ ગ્રીષ્માને મળ્યો ન્યાય, કોર્ટે ફેનિલ ફટકારી ફાંસીની સજા

Webdunia
ગુરુવાર, 5 મે 2022 (11:51 IST)
સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં કોર્ટે આજે ફેનિલને ફાંસી સંભળાવીને ગ્રીષ્માને ન્યાય અપાવ્યો હતો.  ચાર્જશીટના 70 દિવસ બાદ નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. નામદાર જજે શ્લોકથી શરૂઆત કરી હતી. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરીને જજે કહ્યું કે, દંડ આપવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. 28 વર્ષમાં આવો પહેલો કેસ છે. 
 
મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જે મામલે ફેનિલ દોષિત જાહેર થયો છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આરોપી ફેનિલને સજા સંભળાવાશે. આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, 355 પાનાની ચાર્જફ્રેમ રજૂ કરવામાં આવ્યા છે. 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે. હત્યારાને ફાંસીની સજા થવી એ જ અમારી પહેલાથી જ માંગ રહી છે.  ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article