ચોટીલામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડનું પોસ્ટ મોર્ટમ કરવાની સરકારી તબીબોએ ના પાડી દીધી

Webdunia
શુક્રવાર, 8 એપ્રિલ 2022 (08:46 IST)
હડતાળના ચોથા દિવસે ગુરુવારે યાત્રાધામ ચોટીલાના સરકારી તબીબોએ માનવતા નેવે મૂકી, મોતનો મલાજો જાળવવાનું પણ ચૂક્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવાનો હડતાળિયા તબીબોએ જડતાથી ઇનકાર કરતાં અઢી કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. લાંબી સમજાવટ પછી પણ ડૉક્ટરોએ અક્કડ વલણ છોડ્યું નહોતું અને આખરો જિલ્લા કલેક્ટરે કાયદાનું ભાન કરાવવાનું કહેતાં આરોગ્ય વિભાગે મહિલા તબીબને મોકલ્યાં હતાં. ત્યાર પછી સવારે 7 વાગ્યે આવેલા મૃતદેહનું 9.30 વાગ્યે પોસ્ટ મોર્ટમ કરાયું હતું.ભીમગઢ ગામના 55 વર્ષીય ખેડૂત ધનજીભાઈ ઓઘડભાઈ ઝાંપડિયા ભત્રીજા પ્રવીણભાઈ, ભત્રીજી કૈલાશબહેન સાથે ગુરુવારે સવારે ટ્રેક્ટર લઈને રાજકોટ નજીક પીપળિયા ગામે રહેતી દીકરીને ત્યાં જઈ રહ્યા હતા. આ સમયે આઇશર ટ્રકની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. કોઈએ ‘108’ને જાણ કરતાં પ્રથમ ઈજાગ્રસ્તને ખાનગી હૉસ્પિટલે લઈ જવાયા હતા. ધનજીભાઈ ઉપર ટ્રક આવી જતાં રસ્તો બ્લોક કરી ક્રેનથી બહાર કઢાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. ‘108’ દ્વારા સરકારી હૉસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ લાવતાં હડતાળને કારણે મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં 2.5 કલાક સુધી રઝળ્યો હતો.હરેશભાઈ ચૌહાણ સહિતનાએ કલેક્ટર, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવતા અંતે આરોગ્ય વિભાો મહિલા ડૉક્ટરને મોકલી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article