રાજકોટ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીને વ્હિલચેર ન આપી, સિક્કા મારવા એકથી બીજા બિલ્ડિંગમાં ધક્કા ખવડાવ્યા

શુક્રવાર, 8 એપ્રિલ 2022 (08:26 IST)
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ એવા કરુણ દૃશ્યો સર્જાય છે કે હોસ્પિટલની સિસ્ટમ, સ્ટાફની માનવતા સામે સવાલ ઊભા થાય છે. એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરી લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે મહેનત કરતી હોય છે જ્યારે બીજી બાજુ હોસ્પિટલ તંત્ર સુવિધા-વ્યવસ્થાનો સુચાર-યોગ્ય અને દર્દીઓને ઉપયોગી થાય તેવી વ્યવસ્થા નહીં કરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ગુરુવારે સિવિલ હોસ્પિટલમાં આવા જ કરુણ દૃશ્યો સર્જાયા જ્યારે એક દિવ્યાંગ મહિલા સારવાર કરાવવા આવ્યા, પગે ચાલવામાં અસક્ષમ હોવા છતાં સિવિલ હોસ્પિટલના એકપણ સ્ટાફે તેના માટે વ્હિલચેરની તો વ્યવસ્થા ન કરી પરંતુ હોસ્પિટલના સ્ટાફે તે દિવ્યાંગ મહિલાને ધોમ તડકામાં એકથી બીજા બિલ્ડિંગમાં માત્ર સિક્કા મારવા ધક્કા ખવડાવ્યા.શું એક જ બિલ્ડિંગ, વોર્ડના સ્થળ પર દર્દીને આ સુવિધા ન મળી શકે? રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જ્યાં રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે દર્દીઓને સારવારની સાથે આવશ્યક સુવિધાઓ પણ મળે તે જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર