ધોરણ 10ની પરીક્ષામાં છબરડો:સામાજિક વિજ્ઞાનના પેપરમાં ગુજરાતીમાં ‘પટણા’, અંગ્રેજીમાં ‘પાટણ’ લખાયું હતું

ગુરુવાર, 7 એપ્રિલ 2022 (11:10 IST)
જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ આઠમા દિવસે ધો.10નું સામાજીક વિજ્ઞાન, ધો.12 સાપ્રનું મનોવિજ્ઞાન, ધો.12વિપ્રનું અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાઇ હતી. ધો.10ના બુધવારે લેવાયેલા સામાજીક વિજ્ઞાનના પેપરમાં વિભાગ એના હેતુલક્ષી પ્રશ્નોના પહેલા પ્રશ્ન જોડકુ પૂછાયો હતો. જેમાં ગુજરાતીમાં જોડકામાં પટણા લખાયું હતું. જ્યારે અંગ્રેજીમાં પાટણ આમ બન્ને ભાષામાં અલગ અલગ અર્થ નીકળે. જ્યારે ગુજરાતીમાં પટણાને લગતો જોડકામાં ક્યાંય જવાબ નહતો.
 
બીજો છબરડો પ્રશ્નં 39 હેતુલક્ષીમાં ગુજરતીમાં તો જોડકણા જોડવા ક્રમ અપાયા હતા. પરંતુ અંગ્રેજીમાં નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલ્લભી વિદ્યાપીઠ લખ્યું પણ ક્રમ નંબર આપવાના ભૂલી ગયા. ત્રીજો છબરડો ગુજરાતીમાં વિધાન ખોટા છે કે ખરા તેમાં નાલંદા વિદ્યાપીઠના બૌધ્ધ આચાર્ય નાગાર્જુન હતા પરતેનો અંગ્રેજી અનુવાદ Acharya Nagarjuna learned buddhist of nalandauniversity લખ્યુ જેનો ગુજરાતી અર્થ અલગ થાય છે. આમ બોર્ડના પેપર સેટરની ભૂલથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા.
 
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.28 માર્ચથી જિલ્લામાં બોર્ડની પરીક્ષા પ્રારંભ થયો હતો. જેમાં જિલ્લામાં 18પરીક્ષા કેન્દ્રોના 82 પરીક્ષા સ્થળોએ ધોરણ-10ના 13 પરીક્ષા કેન્દ્રોના 42 પરીક્ષા સ્થળોએ ધોરણ-12 સામાન્ય પ્રવાહના, 2 પરીક્ષા કેન્દ્રોના 7 પરીક્ષા સ્થળોએ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આમ જિલ્લામાં 33 પરીક્ષા કેન્દ્રોના 131 પરીક્ષા સ્થળોએ પરીક્ષા હાલ લેવાઇ રહી છે. જેના આઠમા દિવસે બુધવારે જિલ્લા ભરમાં ધો.10નું સામાજીક વિજ્ઞાન પેપર યોજાયુ હતુ.​​​​​​​ જેમાં કેટલાક છબરડાઓના કારણે વિદ્યાર્થીઓ મુસ્કેલીમાં મુકાયા હતા.
 
ધો.12 સામાન્ય પ્રવાહનું મનોવિજ્ઞાન અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું અંગ્રેજીની પરીક્ષા યોજાઇ હતી.જેમાંકુલ 21,851 કુલ વિદ્યાર્થીઓ પૈકી 21,235 હાજર રહ્યા હતા. જ્યારે 616વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે પરીક્ષાના આઠમા દિવસે કોઇ નવો કોપીકેસ નોંધાયો ન હતો.પરંતુ ધો10ના પેપરમાં ભુલો અને છબરડા સામે આવ્યા હતા આ અંગે એક નાગરીકે વાલી ડો.દિવ્યરાજસિંહ પરમારે જણાવ્યુકે આ અંગે ડિઇઓને ધ્યાન દોર્યુ હતુ તેમણે બોર્ડમાં રજૂઆત કરવાની વાત કહી હતી.
 
રજૂઆત આવશે તો બોર્ડમાં જાણ કરાશે
ધો.10માં પેપરમાં છબરડા અંગે રજૂઆત કે ફરિયાદ આવી નથી. આવી ફરિયાદ હોય તો બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે છે. જો કોઇ રજૂઆત કે ફરિયાદ કરશે તો બોર્ડ સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે. - એસ.એમ.બારડ, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર