Refresh

This website p-gujarati.webdunia.com/article/gujarati-business-news/cng-price-hike-cng-price-hike-in-gujarat-122040700008_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

CNG price Hike ગુજરાતમાં CNGના ભાવમાં ધરખમ વધારો

ગુરુવાર, 7 એપ્રિલ 2022 (10:36 IST)
આજે CNG ની કિંમતમા ધરખમ વધારો આવ્યો છે. CNGનો જૂનો ભાવ રુપિયા 70.53 હતો, જે વધીને રુપિયા 76.98 થયો છે. CNGના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો આ ભાવ વધારાથી નારાજ જોવા મળી રહ્યાં છે.
 
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનું દૈનિક અઢી કરોડ લિટરનું વેચાણ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.
 
બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે ગુજરાત ગેસે CNGના ભાવમાં પણ સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે મોડી સાંજે અચાનક CNGના ભાવમાં એક જ ઝાટકે રુપિયા 6.45નો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગુ થશે. આ પહેલાં CNGનો જૂનો ભાવ રુપિયા 70.53 હતો. ત્યારે હવે ભાવ વધારા બાદ CNGની કિંમત રુપિયા 76.98એ પહોંચી છે. આ ભાવ વધારાની સીધી અસર રિક્ષાચાલકો પર પડશે. આ સિવાય જે કાર ચાલકો છે કે જેઓએ પેટ્રોલ મોંઘુ પડતા CNG કિટ નંખાવી છે તેઓને પણ આ ભાવ વધારાથી માર પડશે. આમ આ ભાવ વધારાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ માર પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર