નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

Webdunia
શનિવાર, 5 ઑક્ટોબર 2024 (15:24 IST)
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વધારતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 16 વર્ષની કિશોરી પર ત્રણ પુરુષોના દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ભયાનક અપરાધ એવા સમયે થયો છે જ્યારે રાજ્ય નવરાત્રિની નવ પવિત્ર રાત્રી ઉજવી રહ્યું છે, જે દેવીઓની ઉપાસનાની ઉજવણી કરવામાં આવી રહી છે.
 
સૂત્રોના જણાવ્યા મુજ સગીરા તેના મિત્રને મળવા ગઈ હતી. તે બંને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી નિકટ રાત્રે 11 વાગે સુનસાન સ્થળે બેસ્યા હતા ત્યારે બે બાઈક પર 5 લોકો સાથે આવ્યા હતા. એ લોકો સાથે કોઈ બોલચાલ થઈ હતી. ત્યારબાદ એક બાઈક પર બે લોકો આગળ નીકળી ગયા અને બાકીના ત્રણેય આરોપીઓએ તેના મિત્રને બંધક બનાવીને સગીર બાળા પર બળાત્કાર કર્યો હતો.
 
ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળને માર્ક કરીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક પાયલ અને તૂટેલા ચશ્મા પણ મળી આવ્યા હતા.
 
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં કુલ 737 'SHE ટીમ' તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને મહિલાઓ માટે હેલ્પલાઇન નંબર 100 અને 181 સાથે અલગ-અલગ સ્થળોએ પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
5,152 સીસીટીવી કેમેરા દ્વારા ક્લોઝ મોનિટરિંગ માટે 209 જેટલા કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે.
 
આમ છતાં, આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સંબંધિત સમાચાર

Next Article