ધોલેરા-ભાવનગર હાઈવે પર ભયંકર અકસ્માત, 25 લોકો ઈજાગ્રસ્ત, 5ની હાલત ગંભીર

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (08:36 IST)
Accident on Dholera-Bhavnagar highway- રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે. હજુ ગઈકાલે જ વડોદરાની નજીક કોટંબી પાસે રાતના સમયે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતમાં 25 લોકો જેટલા લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે જેમા બાળકો પણ સામેલ છે. અકસ્માતની ઘટના ધોલેરા-ભાવનગર હાઈવે પર બની છે.
 
તુફાન ગાડીમાં કુલ 10 બાળકો સહિત 32 લોકો સવાર સવાર હતા. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો.

સંબંધિત સમાચાર

Next Article