ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને અડીને બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પર અસર પડી હતી.
સાબરમતી નદીમાં ઉપરવાસથી પાણી છોડવામાં આવતાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલો ભાગ તૂટી ગયો હતો. બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીમાં વહી ગયાં હતાં.
6 મહિના પહેલાં શરૂ કરેલું કામ ધોવાયું
અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સાબરમતી સુધી દોડવાની છે. કેશવનગર પાસે આવેલા રેલવે ઓવરબ્રિજની બાજુમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના માટે સાબરમતી નદીમાં પિલર ઊભાં કરીને છ મહિના પહેલાં કામગીરી શરૂ કરવામાં આવી હતી