ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવામાં અને સેવાની ગુણવત્તા ધોરણો અનુસાર પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવામાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. DoT ના ક્ષેત્રીય એકમોને TSPs દ્વારા પ્રદાન કરવામાં આવતી મોબાઈલ સેવાઓની ગુણવત્તાનું સામયિક ઓડિટ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પસંદગીના શહેરોમાં સંપૂર્ણ મોબાઈલ ડ્રાઈવ ટેસ્ટ કરે છે.
"આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવણીના ભાગ રૂપે, DoT ગુજરાત LSA અધિકારીઓની દેખરેખ હેઠળ, ચારેય TSPs એટલે કે Airtel, BSNL, Jio અને Vodafone Idea ની નેટવર્ક ટીમોએ અમદાવાદ શહેરમાં વ્યાપક મોબાઈલ ડ્રાઈવ ટેસ્ટ યોજવાનું શરૂ કર્યું છે. જે ચાર દિવસ 8મી માર્ચ 2022 થી 11મી માર્ચ 2022 સુધી ચાલુ રહેશે.
ડ્રાઇવ ટેસ્ટ રૂટ ભારે વપરાશના લગભગ તમામ વિસ્તારોને આવરી લેશે જેમ કે ઓફિસ વિસ્તારો, વ્યાપારી વિસ્તારો, વ્યાપાર કેન્દ્રો, પ્રવાસી આકર્ષણો, મુખ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગો, હોસ્પિટલો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરે. ઉપરાંત, એવા વિસ્તારો જ્યાં કોલ ડ્રોપ્સ અને કવરેજની સમસ્યા છે એવા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવશે.
શ્રી અજાતશત્રુ સોમાણી, DDG, DoT અમદાવાદએ જણાવ્યું હતું કે ડ્રાઇવ ટેસ્ટના પરિણામોના આધારે, TSPs તરફથી જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે કે જ્યાં મોબાઇલની ગુણવત્તા અને કવરેજ બેન્ચમાર્ક સુધી ન હોય તેવા સ્થળોએ યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં આવે. મોબાઇલ ટાવર માટે નવી સાઇટ્સ હસ્તગત કરવામાં TSP દ્વારા જે સ્થળોનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્થાનોને ઓળખવામાં આવશે અને રાજ્ય / સ્થાનિક સરકારી સત્તાવાળાઓને સાથે રાખીને નિર્ણય લેવામાં આવશે.
છેલ્લા 2 વર્ષમાં, કોવિડ-19 રોગચાળો હોવા છતાં, ગુજરાત LSA DoT એ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી (રસ્તા અને રેલ માર્ગ) અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારમાં શ્રેણીબદ્ધ ડ્રાઇવ ટેસ્ટ હાથ ધર્યા છે.