વાવાઝોડા અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક અસરથી પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરાઈ

Webdunia
શનિવાર, 22 મે 2021 (19:12 IST)
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાએ જ્યારે વિનાશ વેર્યો છે ત્યારે વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ એક ડગલું આગળ આવી અસરગ્રસ્તોને મદદ કરવા ખડેપગે છે. વાવાઝોડાના લીધે સમગ્ર જિલ્લામાં લાઈટ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા ઉભી થઇ હતી. 
 
લાઈટ ન હોવાના લીધે લોકો પોતાના ઘરે પાણી ન ભરી શકે, ભૂગર્ભ ટાંકાઓમાંથી ઉપર ન ચડાવી શકે જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
 
આ પરિસ્થિતિ જોતા કોવાયા ગામના આગેવાનોએ તાત્કાલિક પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરી હતી. આ અંગે વાત કરતા કોવાયાના સરપંચ જણાવે છે કે વાવાઝોડાના લીધે લોકોને ખુબ મોટાપાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સંબંધિત સમાચાર

Next Article