શામળાજીમાં જન્માષ્ટમી ને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (12:44 IST)
Shamlaji Temple- શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે.

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભક્તો પોતાની ભક્તિ અલગ-અલગ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. વ્હાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે એક 60 વર્ષીય વૃદ્ધે વાંસળી વગાડી જન્માષ્ટમીની ઉજવણી કરી છે 
 
મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. કેળ અને આસોપાલવથી મંદિર અને નગર શણગારાયું છે. 
 
આજે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ રંગ રેલાવશે. અત્રે જણાવીએ કે, મંદિર પર હજારો ધજાઓ ચડશે અને વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

 

સંબંધિત સમાચાર

Next Article