અંડરવર્લ્ડ DON દાઉદ ઈબ્રાહીમને આવ્યો Heart Attack

Webdunia
શનિવાર, 29 એપ્રિલ 2017 (11:23 IST)
1993 મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટરમાઈંડ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીમાં હૃદયરોગનો હુમલો થવાના સમાચાર છે.  હાલ તેમની હાલત ખૂબ જ ગંભીર બતાવાય રહી છે. મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ દાઉદને કરાંચીની એક હોસ્પિટલમાં વૈટિલેટર પર મુકવામાં આવ્યો છે.  બીજી બાજુ દાઉદનો જમણો હાથ કહેવાતા શકીલે આ વાતને નકારી છે. 
 
આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે પૈરાલિટિક અટેક પછી દાઉદને વૈટિલેટરમાં મુકવામાં આવ્યો છે.  એવુ કહેવાય રહ્યુ છે કે બ્રેન ટ્યૂમર થયુ અતુ. જેનુ ઓપરેશાન પાકિસ્તાનના કરાંચીમાં થયુ. પણ ઓપરેશન સફળ ન થઈ શક્યુ. હવે તેના શરીરના જમણા ભાગે બિલકુલ કામ કરવુ બંધ કરી દીધુ છે. જો કે હજુ સુધી આ સમાચારની સત્તાવાર કોઈ ચોખવટ થઈ નથી. 
 
દાઉદના પરિવારે કહ્યુ અફવા 
 
દાઉદના પારિવારિક સૂત્રોએ તેમને હાર્ટ એટેક આવવાના સમાચારને નકાર્યા છે. તેમનુ કહેવુ છે કે દાઉદ એકદમ સ્વસ્થ છે.  તેમને હાર્ટ એટેક આવવાના સમાચાર એકદમ ખોટા છે.  જો કે તેમનુ કહેવુ હતુ કે દાઉદ પોતાની પત્ની મેહજબીનના અંકલને જોવા માટે હોસ્પિટલ ગયો હતો.  મેહજબીનના અંકલ હાલ હોસ્પિટલમાં દાખલ છે.  આ ઉપરાંત એક ચેંલ સાથે ફોન પર વાતચીતમાં દાઉદના સહયોગી છોટા શકીલે કહ્યુ કે દાઉદ એકદમ ઠીક છે અને આ સમાચાર એકદમ અફવા છે. 
 
ભારતીય ગુપ્ત એજંસીઓ રાખી રહી છે નજર 
 
ભારતીય ગુપ્ત એજંસીઓ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની હાલત પર નજર રાખી રહી છે.  દાઉદ 1993માં થયેલ મુંબઈ બોમ્બ ધમાકાનો મુખ્ય આરોપી છે. આ ધમાકામાં 250 લોકોના મોત થયા હતા. દાઉદ 23 વર્ષ પહેલા ભારતથી પાકિસ્તાન ભાગી ગયો હતો. તે પાકિસ્તાનમાં બેસીને લાંબા સમયથી દુનિયાભરમાં પોતાના આતંકની હુકૂમત ચલાવી રહ્યો છે. જો કે પાકિસ્તાન આ વાતને વારંવાર નકારી રહ્યુ છે કે દાઉદ તેમને ત્યા સંતાઈને બેસ્યો છે. 2003માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ દાઉદને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરી લીધો હતો. 
Next Article