ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (13:39 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ રાજ્યની 8 મહાનગર પાલિકામાં કરફ્યૂના પગલે પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે કોરોનાના કારણે 8 મહાનગર પાલિકા સિવાયના વિસ્તારમાં પણ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી.  હવે 28થી 30 જુલાઈ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.
 
 કોરોનાને લીધે સરકારના આદેશથી 19 માર્ચથી રાજ્યના અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન શહેરોમાં સ્કૂલો કોલેજો બંધ કરાઈ હતી અને જેના પગલે 30 માર્ચથી બોર્ડે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાનારી ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ શહેરોમાં મોકુફ કરી દેવાઈ હતી.ત્યારબાદ સરકારે નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય બોર્ડ પરીક્ષા રદ કરી દીધી છે. જેથી હવે નિયમિત વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પણ થનાર નથી અને આ વિદ્યાર્થીઓને નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ પરિણામ મળશે. પરંતુ રીપિટર વિદ્યાર્થીઓ માટે મુખ્ય થીયરી બોર્ડ પરીક્ષા 15 જુલાઈથી લેવામા આવનાર છે અને હવે આઠ શહેરોના રીપિટર વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષા પણ જાહેર કરી દેવાઈ છે. જે 28થી 30 જુલાઈ સુધી લેવાશે

સંબંધિત સમાચાર

Next Article