ઘરની બહાર બગીચામાં ખાટલામાં સૂતી મહિલા પર દિપડાએ કર્યો હુમલો

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (16:46 IST)
ગુજરાતના દાહોદ જિલ્લાના દુમકા ગામમાં એક મહિલા પર દિપડાએ હુમલો કર્યો છે. તે સમયે તે મહિલા પોતાના બગીચામાં ખાટલા પર સૂતી હતી. દિપડાએ તેના પર ઝપટ મારી. દિપડાને જોઇ તે બૂમો પાડવા લાગી. બૂમો સાંભળીને મહિલાનો પુત્ર દોડ્યો. આ જોઇને દિપડો ત્યાં ભાગી ગયો. જોકે હુમલામાં મહિલાનો હાથ ઘાયલ થયો છે. દિપડાએ હાથ હુમલો કર્યો હતો. જેથી લોહી વહેવા લાગ્યું હતું. 
 
મહિલાની ઓળખ 48 વર્ષીય જનતાબેન તરીકે થઇ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જનતાબેન પર દિપડાએ તે સમયે હુમલો કર્યો ત્યારે તે પોતાના બગીચામાં ખાટલા પર સુતી હતી. ઘાયલ અવસ્થામાં જનતાબેનને ધાનપુર સ્થિત સિવિલ હોપ્સિટલમાં લઇ જવામાં આવ્યા, બીજી તરફ વનવિભાગ અને પોલીસને સૂચન આપવામાં આવી છે. ઘતનાની જાણકારી પર વન વિભાગે કર્માચારી ઘટનાસ્થાળ પર પહોંચી. કર્મચારીઓએ દિપડાને શોધવાનું શરૂ કર્યું. એક અધિકારીએ કહ્યું કે મહિલા પર હુમલો કરનાર દિપડાને પકડવાનો પ્રયાસ કરી રહી છે. 
 
વન વિભાગના અધિકારીઓએ વિવરણ આપતાં કહ્યું કે પીડિતા જનતાબેન દાહોદ જિલ્લાના દુમકામાં રહે છે. જ્યારે દિપડાએ હુમલો કર્યો ત્યારે તે ઘરની બહાર ખાટલામાં સુતી હતી જ્યારે તેનો પુત્ર અભ્યાસ કરી રહ્યો હતો. એ સમયે દિપડો ઘાસમાં છુપાયેલો હતો. દિપડો ત્યાં શિકારની શોધમાં આવ્યો હતો. દિપડા દ્રારા માણઓ પર હુમલાની ઘટાનો ગુજરાતમાં સામાન્ય છે. અહીં દિપડાની અન્ય રાજ્યોને મુકાબલે અહીં વધુ છે.

સંબંધિત સમાચાર

Next Article