સ્થાનિક સ્વરાજ ચૂંટણી: કોંગ્રેસે 25 મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા, AIMIM એ 21, ભાજપે એકપણ નહી

મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (16:21 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે. અહીં 6 મહાનગરપાલિકા માટે મતદાન થહ્સે. એવામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. અહીં મુખ્ય રાજકીય પક્ષોની સાથે આ વખતે AAP અને AIMIM જેવી પાર્ટીઓની એન્ટ્રી થઇ છે. આ વખતે જો મુસ્લિમ ઉમેદવારોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 25 ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ ઔવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણી લડી રહી છે. તે પાર્ટેના 21 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. જોકે સત્તારૂઢ ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણીમાં ઉતાર્યા નથી. 
 
ગુજરાતના સૌથી મોટા શહેરના મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસે તમામ ચારેય ઉમેદવાર મુસ્લિમ છે. કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોનું પ્રદર્શન જોવામાં આવે તો કોંગ્રેસે વર્ષ 2015 ની મહાનગરપાલિકા ચૂંટણીમાં 24 મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી હતી. જેમાંથી 20ને જીત પ્રાપ્ત થઇ હતી. તો બીજી તરફ એક મુસ્લિમ ઉમેદવાર અપક્ષના રૂપમાં જીત્યો હતો. 
 
રાજ્યમાં આ મહિને છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સામેલ છે. આ તમામ માટે ભાજપે ગુરૂવારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જોકે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજકોટ, વડોદરા અને જામનગરમાં ટિકીટ વહેંચણીને લઇને હોબાળો થયો હતો. જેમને ટિકીટ ન મળી તે ક્રોધે ભરાયા હતા. રાજકોટમાં બે નેતાઓએ તો શહેર ભાજપન અધ્યક્ષ સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો. જેના લીધે પાર્ટીએ બંનેને સસ્પેંડ કરી દીધા. 
 
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મહાનગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના માત આપવાનો દાવો કર્યો. ઉપરોક્ત છ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે. અત્યારે ઉપરોક્ત તમામ મહાનગરપાલિકાઓમાં સત્તાધારી પક્ષ ભાજપનું શાસન છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર