Cyclone Biporjoy- ગુજરાતનાં 3 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર

Webdunia
રવિવાર, 11 જૂન 2023 (17:40 IST)
ગુજરાતનાં 3 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર
કચ્છ, જામનગર અને દ્વારકામાં રેડ એલર્ટ: 15- 16 જૂને આ વિસ્તારોમાં 135 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાશે, બિપરજોય' પોરબંદરથી 450 KM દૂર, અનેક જગ્યાએ દરિયો તોફાની બન્યો છે. 
 
ચક્રવાત બિપરજોય આજે (રવિવારે) સવારે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 જૂને ગુજરાત  કચ્છ જિલ્લામાં અને પાકિસ્તાનના કરાચી વચ્ચે પહોંચે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય છેલ્લા છ કલાક દરમિયાન 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું, જે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બન્યું હતું.
 

સંબંધિત સમાચાર

Next Article