કોંગ્રેસના 'મહાભારત'નું પિકચર હજુ બાકી હોય એમ લાગી રહ્યુ છે. સોમવારે સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી, તેમને પત્રો લખનારા 'વિરોધી' નેતાઓએ આગળની વ્યૂહરચના અંગે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કપિલ સિબ્બલે આજે એક ટ્વીટ કર્યું છે જેનાથી અટકળોનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસના 23 નેતાઓએ સંગઠન બદલવા માટે સોનિયાને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદથી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. બીજી તરફ, સસ્પેન્ડ નેતા સંજય ઝાએ ટીખળ કરતા આને પાર્ટીના અંતની શરૂઆત ગણાવી હતી.
સિબ્બલના ટ્વીટ પર આજે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, 'આ કોઈ પદ નથી. આ મારા દેશની વાત છે જે સૌથી વધુ જરૂરી છે