અમદાવાદનો ક્રાઇમ રેટ 5.3 ટકા, સુરતનો 5.7 હોવાનો દાવો

Webdunia
શુક્રવાર, 13 માર્ચ 2020 (11:55 IST)
ગુજરાત સરકાર ભલે સલામત ગુજરાતના નારા પોકારતી હોય પણ વર્ષ 2017માં 1,28,775 અને વર્ષ 2018માં 1,47,574 આઇપીસીના કેસ થતા 18,799 ક્રાઇમ કેસનો વધારો થયો છે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. મેટ્રો સિટીની ગુનાખોરીની સ્થિતિ આપતા તેમણે કહ્યું હતું કે, ‘અમદાવાદ, સુરત જેવા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ ક્રાઈમના 12 હજાર કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં આઇપીસી ક્રાઇમ કેસ વર્ષ 2016માં 16,383, વર્ષ 2017માં 18302 કેસ અને વર્ષ 2018માં 28,764 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં વર્ષ 2016માં 19,844 કેસ, વર્ષ 2017માં 21,295 કેસ અને વર્ષ 2018માં 31,166 કેસ નોંધાયા હતા. પરમારે રાજ્યમાં બનતા ગુનાઓ બાબતે ઊંડાણપૂર્વકની વિગત આપતા કહ્યું હતું કે, ‘બાળકો પરના અત્યાચારના ક્રાઇમ કેસમાં વર્ષ 2017 કરતા વર્ષ 2018માં 1292 કેસનો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ લૂટના 3થી4 બનાવ, ચોરીની 35 ઘટના, અપહરણના 8 બનાવ, ઘરફોડ ચોરીના 10થી11 બનાવ બને છે. આવી સ્થિતિ વચ્ચે પણ કેન્દ્ર સરકારે પોલીસ દળના આધુનિકરણ માટે વર્ષ 2013-14ના પ્રમાણમાં વર્ષ 2018-19માં રૂ. 51.36 કરોડની ગ્રાન્ટ રાજય સરકારને ઓછી ફાળવી છે.’ પરમારે સરકારને પોલીસ આયોગની રચના કરવા, પોલીસ કર્મચારીઓની પગાર વિસંગતતા દૂર કરવા, સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે હોમગાર્ડનો દૈનિક ભથ્થા રૂ. 300થી વધારવા સહિતના સૂચના કર્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

Next Article