ગુજરાત સહિત 6 રાજ્યોમાં સતત કોરોનાના કેસમાં વધારો, આ રાજ્યોમાંથી 83.91% નવા કેસ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (11:26 IST)
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ આ પાંચ રાજ્યોમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસો નોંધાવાનું સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા 28,903 કેસમાંથી 71.10% દર્દીઓ આ રાજ્યોમાંથી નોંધાયા છે. નવા નોંધાયેલા 83.91% કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને કેરળ આ છ રાજ્યોમાંથી છે.
 
માત્ર મહારાષ્ટ્રમાં જ 61.8% એટલે કે 17,864 નવા દર્દીઓ એક જ દિવસમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 1,970 જ્યારે પંજાબમાં વધુ 1,463 દર્દીઓ સંક્રમિત થયા છે. આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિ નોંધાઇ રહી છે. કેરળમાં છેલ્લા એક મહિનાથી નવા કેસોની સંખ્યામાં એકધારા ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
 
ભારતમાં બુધવારે કુલ સક્રિય કેસોનું ભારણ 2.34 લાખ (2,34,406) નોંધાયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી આ 2.05% સંખ્યા છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 76.4% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે જેમાં માત્ર મહારાષ્ટ્રમાં જ અંદાજે 60% દર્દીઓ છે.
 
બુધવારે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત 5,86,855 સત્રોનું આયોજન કરીને રસીના 3.5 કરોડથી વધારે (3,50,64,536) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 75,06,155 HCWs (પ્રથમ ડોઝ), 45,54,855 HCWs (બીજો ડોઝ), 76,00,030 FLWs (પથમ ડોઝ) અને 16,47,644 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 21,66,408 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,15,89,444 લાભાર્થી સામેલ છે.
 
દેશમાં રસીકરણ કવાયતના 60મા દિવસે (16 માર્ચ 2021) રસીના 21 લાખથી વધારે (21,17,104) ડોઝ આપવામાં આવ્યા હતા. કુલ 30,871 સત્રોનું આયોજન કરીને 17,82,553 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,34,551 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
 
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,10,45,284 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 96.56% છે. છેલ્લા 24 કલાકમાં વધુ 188 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. દૈનિક ધોરણે નવા નોંધાયા મૃત્યુઆંકમાંથી 86.7% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુઆંક (87) નોંધાયો છે. ઉપરાંત, પંજાબમાં એક દિવસમાં વધુ 38 અને કેરળમાં 15 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
 
છેલ્લા 24 કલાકમાં પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એક પણ કેસ નોંધાયો નથી. આમાં આસામ, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ સામેલ છે.

સંબંધિત સમાચાર

Next Article