ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની કોર્ટ સમક્ષ ચાલુ કાર્યવાહી દરમિયાન પીણું પીનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2 મહિલાને માર મારવાના કિસ્સામાં પોલીસ ઇન્સ્પેક્ટર એ .એમ રાઠોડ સહિતના ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.
મુખ્ય સરકારી વકીલે અમદાવાદ પોલીસ કમિશનરે સસ્પેન્શનનો ઓર્ડર કરી દીધો હોવાની હાઈકોર્ટને જાણ કરી છે. અમદાવાદ શહેરના એસજી હાઇવે પાસે ગુરુદ્વારા નજીક 26 ડિસેમ્બર 2019ના રોજ ટ્રાફિક નિયમના ભંગ બદલ એસ.જી.હાઈવે પાસે ગુરુદ્વારા નજીક ટ્રાફિક પોલીસ ચોકીના પીઆઇ સહિત બે પોલીસ કોન્સ્ટેબલોએ બે મહિલા અરજદારોને માર માર્યો હતો. જે મામલે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે પોલીસ વિભાગને આ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓની સામે પગલાં લેવા માટે હુકમ કર્યો હતો. જે સંદર્ભે PI, PSI સહિત 1 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન DCPનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ન હોવાનું કહેવામાં આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સીસીટીવી કાર્યરત ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની ચીફ જસ્ટિસે ગંભીર નોંધ લેતા કહ્યુ છે કે, ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના તમામ પોલીસ સ્ટેશના સીસીટીવી ફૂટેજ કાર્યરત હોવા જોઈએ. જેને લઈ કોર્ટે તમામ પોલીસ સ્ટેશનના સીસીટીવી કાર્યરત અવસ્થામાં હોય તેનું મોનિટરિંગ કરી રિપોર્ટ સોંપવા કહ્યું છે. ટ્રાફિક નિયમના ભંગ બદલ 2 મહિલા અરજદારોને ત્રણ પુરુષ ટ્રાફિક પોલીસકર્મીઓએ માર માર્યો હતો. આ મામલે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ગંભીર નોંધ લઇ પોલીસ કર્મીઓની કામગીરી સામે ભારે નારાજગી પણ વ્યક્ત કરી હતી. માત્ર એટલું જ નહીં, પરંતુ અગાઉની સુનાવણીમાં ચીફ જસ્ટિસે આ બાબતની ગંભીર નોંધ લેતા કહ્યું હતું કે, 'આ કિસ્સાઓના કારણે આખી પોલીસ ફોર્સ બદનામ થાય છે. દિવસ-રાત જોયા વિના લો-એન્ફોર્સમેન્ટ માટે કામ કરનારા સારા પોલીસ અધિકારીઓ પણ પોલીસ વિભાગમાં છે, પરંતુ કાયદો હાથમાં લઇ અને પ્રજાને હેરાન કરનાર અમુક પોલીસકર્મીઓના કારણે આખી ફોર્સને બદનામી વેઠવી પડે છે. અગાઉની સુનાવણી દરમિયાન વર્ચ્યુઅલ કોર્ટમાં હાજર રહેલા પોલીસ અધિકારી પીણું પી રહ્યા હતા, તેમના વલણ સામે કોર્ટે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમના ઉપરી અધિકારી હાજર છે, તેમ છતા તેઓ જાણે કેફેમાં હોય તે રીતે વર્તન કરી રહ્યા છે.