વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે લધુત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ધટાડો થતા શહેરીજનો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. રાત્રી દરમ્યાન ઠંડા પવન ફૂંકાવાના કારણે મોટાભાગના રાજમાર્ગો સૂમસામ નજરે પડ્યા હતા.ભાવનગર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે અહીં હજુ પણ વધુ ઠંડી પડવાની આગાહી થઈ છે.
રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ભાવનગરમાં પણ કાતિલ ઠંડીનો લોકો અનુભવ કરી રહયા છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ભાવનગર શહેરમાં છેલ્લાબે દિવસથી સુસવાટાભર્યા ઠંડા પવનો ફૂંકાતા લોકો રીતસર ઠુઠવાઈ ગયા છે. સવારના સમયે 12 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા દિવસભર લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. મહત્તમ તાપમાન ઘટીને 25.7 ડિગ્રી અને લઘુત્તમ 13 ડિગ્રી નોંધાયું હતું. સવારે 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાથી પવન ફુંકાતા વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે.
આગામી તા.29 જાન્યુઆરીથી ભાવનગર સહિત રાજ્યમાં ત્રણ દિવસો દરમિયાન ભારે ઠંડી પડવાની આગાહી છે. ગુજરાતમાં પવનનાં સુસવાટા સાથે હજુ ઠંડી વધશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
જોકે આ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. શિયાળામાં આ સમયે થતો વરસાદ ચણા, જીરું, ધાણા અને રાયડા સહિતના રવી પાકને નુકસાન કરે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે પૂર્વ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.
લધુત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડના ધટાડો નોંધાતા શહેરીજનો ઠંડીથી ઠૂંઠવાયા હતા. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને તંદુરસ્ત બનાવવા માટે અનેક લોકો કમાટીબાગ સહિત વિવિધ બગીચાઓમાં મોર્નિગ વોક કરતા નજરે પડ્યા હતા. તે સિવાય અશહ્ય ઠંડીના કારણે શરદી ખાંસીની બિમારીમાં વધારો નોંધાયો હતો.