રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત, 8.1 ડિગ્રી તાપમાન સાથે નલીયા સૌથી ઠંડુગાર

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (09:57 IST)
ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ હજુ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ સૂસવાટો મારતો પવન ફૂંકવાની પણ શક્યતા છે.
 
રાજ્યમાં ઠંડીનું જોર વધતાં 8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. 8.1 ડિગ્રી તાપમાન સાથે નલીયા સૌથી ઠંડુગાર બન્યું છે. ગાંધીનગર 10.5, ડિસા 10.6, ભૂજ 11.2 અને વડોદરા 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન જ્યારે અમદાવાદ 12.1 ડિગ્રી, રાજકોટ 12.5 ડિગ્રી અને અમરેલી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 
 
જો કે, હાલ કોઈ માવઠાની આગાહી નથી, એવુ રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડીનો પ્રમાણ વધશે.
 
આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ પવન પણ ફંકાય એવી શક્યતા છે. જો કે, હાલ માવઠાની કોઈ આગાહી નથી. હાલ રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયું છે. મહત્વનું છે કે, હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને ૭ ડિગ્રીએ પહોંચ્યો છે. સવારે ચારેકોર બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનોમાં બરફની ચાદર જામેલી વહેલી સવારે જોવા મળ્યું હતું. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે.
 
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાર કડકડતી અને જોરદાર ઠંડી પડી રહી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને તેઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. સતત શીત લહેરના કારણે પ્રવાસીઓને પણ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન માઈનસ એત ડિગ્રી નોંધાયુ છે. જેના કારણે અહીં કાતિલ ઠંડી અને શીતલહેરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article