જામનગર/વડોદરા, (ગુજરાત) : ગુજરાત સિને મીડિયા અવોર્ડનું આયોજન 20 માર્ચ 2021 ના રોજ સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ, વડોદરા(ગુજરાત) ખાતે આયોજિત કવામાં આવ્યું હતું. જેનું આયોજન અમિત પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા કરાયું હતું. જેમાં ગુજરાતના જામનગરમાં રહેતી યુવા અને ટેલેન્ટેડ ગાયિકા ચાંદની વેગડને બેસ્ટ ગાયિકાનો અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.આ અવસરે એના પરિવારના સભ્યો મોટાભાઈ રાજ વેગડ, પિતા કાંતિલાલ વેગડ અને એની માતા અસ્મિતા વેગડ, દિલીપ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ચાંદની વેગડને જામનગરમાં આયોજિત સિંગિંગ કોમ્પિટિશનમાં કૌન બનેગા જામનગર કા કરાઓકે કિંગમાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત અને મુંબઈમાં અનેક ગાયન પ્રતિસ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે અને સ્ટેટ લેવલની અનેક સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી ચુકી છે. હાઈ-
સ્પીડ સિને ઇન્ટરનેશનલ બેનર હેઠળ એક હિન્દી ફીચર ફિલ્મ લિવિંગ રિલેશન ગાયિકા તરીકે સાઇન કરી છે, જેનું રેકોર્ડિંગ મુંબઈમાં થશે.
ચાંદની વેગડે અવોર્ડ કમિટીનો આભાર માન્યો હતો. ચાંદની જામનગરની શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. એનું કહેવું છે કે, જીવનમાં તમે કોઈ પણ સ્થાન હાંસલ કરો પણ જીવનના હરેક પડાવ પર ભણતર ઘણું જરૂરી છે. હું દસમા ધોરણની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છું. અત્યારે તો પૂરૂં ધ્યાન ભણતર પર કેન્દ્રિત કર્યું છે. પરીક્ષા બાદ ફરી ગાયકી પર ધ્યાન કેન્દ્રિત કરીશ.