Paytm IPO લિસ્ટિંગ બાદ રડ્યા CEO વિજય શેખર શર્મા, શેર માર્કેટમાં થયું મોટું નુકસાન

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (13:24 IST)
Paytm આઇપીઓના શેરો લિસ્ટિંગ નિરાશાજનક રહ્યા બાદ પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર રડી પડા હતા. પેટીએમ આઇપીઓના શેરોની લિસ્ટિંગ પર વાત કરતાં તે પોતાને સંભાળી શક્યા ન હતા અને તેમની આંખોમાં આંસૂ નિકળી ગયા હતા. તમને જણાવી દઇએ કે ફિનટેક સ્ટાર્ટઅપ કંપની  One97 Communications Ltd જે પેટીએમ ચલાવે છે, કે આઇપીઓ હેઠળ શેરોની લિસ્ટિંગ સારી નથી. ગુરૂવારે પેટીએમના શેર નેશનલ સ્ટોક એક્સચેંજ પર 1950 રૂપિયા અને બીએસઇ પર 1955 પર લિસ્ટ થયો હતો. તમને જણાવી દઇએ કે સવારે 10 વાગ્યા બાદ એનએસઇ પર આ શેર તૂટતાં જ 1776 રૂપિયા પર પહોંચી ગયો હતો અને બીએસઇ પર આ શેર 1777.50 રૂપિયા સુધી તૂટ્યો હતો. 
 
અત્રે ઉલ્લેખનીઅ છે કે લિસ્ટિંગથી લગભગ 18 હજાર 300 કરોડ રૂપિયા એકઠા થવાની આશા હતી. કંપનીએ આ આઇપીઓના પ્રાઇસ બેંડ 2 હજાર 80 રૂપિયાથી 2 હજાર 150 રૂપિયા પ્રતિ શેર રાખ્યા હતા. 
 
પેટીએમ આઇપીઓ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટી આઇપીઓ છે. પેટીએમ આઇપીઓ ટેક્નોલોજી સેક્ટરની કંપનીનો આઇપીઓ છે. આ પહેલાં કોલ ઇન્ડીયા અને રિલાયન્સ પાવરના આઇપીઓ દેશમાં સૌથી મોટા આઇપીઓ હતા. કોલ ઇન્ડીયા 15 હજાર કરોડૅ રૂપિયા અને રિલાયન્સ પાવર 11 હજાર કરોડથી વધુના આઇપીઓ શેર બજારમાં લઇને આવ્યા હતા. આ બંને આઇપીઓ એનર્જી સેક્ટરના હતા. 
 
તમને જણાવી દઇએ કે શેખર શર્માએ પેટીએમની સ્થાપના કરી હતી. વિજય શેખર શર્મા ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના રહેવાસી છે. વિજય શેખર શર્મા આજે ફોર્બ્સની અરબપતિઓની યાદીઓમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

Next Article