મતગણતરી પહેલા ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, રાજકોટમાં કમલેશ મિરાણી, ભાવનગરમાં રાજીવ પંડ્યા, અને જામનગર શહેરમાં વિમલ કગથરાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી પરિણામ 2020
પાર્ટી
જીત
ભાજપા
08
કોંગ્રેસ
00
અન્ય
00
-- રાજ્યમાં આવનારી કોર્પોરેશન, પંચાયત અને 2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે. આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી વિજયની દિશામાં આગળ વધવાની ગતિ સ્પષ્ટ દેખાય છે. : માન. મુખ્યમંત્રી
- કોંગ્રેસે અસંતોષ ફેલાવવાના અનેક પાસા અજમાવ્યા પરંતુ તે સફળ થઈ નથી. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં અનેક આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા હતા પરંતુ પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન દેખાડી દીધું છે. : માન. મુખ્યમંત્રી
- આદરણીય વિજયભાઈ રૂપાણીએ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાતો કરી, અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનુ નિર્માણ થયું છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને સરકારનો આભાર માનું છું. : શ્રી
@CRPaatil
-પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, અમુક જગ્યાએ અપક્ષ પણ કોંગ્રેસથી આગળ નિકળ્યા છે. અબડાસાની બેઠક પર આ સ્થિતિ બની છે. : માન. મુખ્યમંત્રી
સીઆર પાટીલ અને મુખ્યમંત્રી કમલમ ખાતે પહોંચ્યા
- ધારી બેઠક પર રસાકસી દેખાઇ રહી છે. ચાર રાઉન્ડનાં અંતે ભાજપના જે વી કાકડિયાને 7297 મતો મળ્યા છે જ્યારે કૉંગ્રેસનાં સુરેશ કોટડિયાને 6212 મત મળ્યા છે. એટલે ભાજપ માત્ર 1085 મતથી જ આગળ છે.
- મોરબી બેઠક પર સવારથી કૉંગ્રેસનાં જયેન્તી પટેલ આગળ ચાલી રહ્યાં હતાં પરંતુ હાલ મળતા સમાચાર પ્રમાણે, ત્યાં ભાજપ આગળ છે. જયેન્તી પટેલને 19,295 મત જ્યારે બ્રિજેશ મેરજાને 19,325 મત મળ્યા છે.
- મોરબી મતગણતરીમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.
- ભાજપ ડાંગ, લીમડી, મોરબી, કપરાડા, ધારી, અબડાસામાં, જ્યારે કરજણમાં કૉંગ્રેસ આગળ
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ
- કપરાંડામાં બાજપના જીતુ ચૌધરી 2469 મતથી આગળ
- લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 5266 મતથી આગળ
- કપરાડા વિધાનસભા બેઠક પર પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 2459 મતથી આગળ ચાલી રહ્યા છે. આ સાથે ડાંગ, મોરબી, લીમડીમાં પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
- લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ 2321 મતથી આગળ
- 8માંથી 7 બેઠકો પર ભાજપ આગળ, જ્યારે કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે.
- ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર 1420 મતથી આગળ ચાલી રહ્યા છે.
- 3622 મતોથી અબડાસામાં ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા છે.
મધ્યપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ
મઘ્યપ્રદેશની 28 સીટો પર પેટાચૂંટણીના પરિણામ (Madhya Pradesh By-election results 2020) 10 નવેમ્બરના જાહેર થવા જઈ રહી છે. ચૂંટણી પરિણામથી જો કે રઆજ્યમાં સત્તા પરિવર્તનની આશા નહિવત છે પણ દલબદલની ઘટના અને કમલનાથ સરકારના પતન પછીથી આ વાત પર સૌની નજર રહેશે કે પલડુ કોંગ્રેસનુ ભારે રહેશે કે ભાજપાનુ