સવારના આઠ વાગ્યાથી યોજાનાર મત ગણતરી માટે કુલ ૩૬ રાઉન્ડમા મત ગણતરી હાથ ધરાશે. જેના માટે ૧૦ ટેબલ ઉપર અંદાજીત ૧૩૦ થી વધુ કર્મચારી/અધિકારીઓ ફરજ નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે એક અલાયદા ટેબલની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ મત ગણતરી વેળા ચૂંટણી નિરીક્ષક પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા આ વેળાની પેટા ચૂંટણીમા કુલ ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી ૩૫૭ મતદાન મથક ઉપર ૭૪.૦૦ ટકા બુથ મતદાન નોંધાયુ હતુ. જયારે ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ છે.