#Amarnath યાત્રાએ ગયેલી ઓમ ટ્રાવેલ્સની બસ આખરે કોણ ચલાવી રહ્યું હતું? સવાલો ઉઠવા માંડ્યાં

Webdunia
બુધવાર, 12 જુલાઈ 2017 (17:38 IST)
ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલી બસ પર સોમવારે રાતે હુમલો થયો ત્યારે બસના ડ્રાઇવરની હિંમતને કારણે અન્ય પ્રવાસીઓના જીવ બચી ગયા હતા. પણ હવે આ ઘટના પર સવાલો ઉભા થવા લાગ્યાં છે કે આ બસ કોણ ચલાવી રહ્યું હતું?. સૌપ્રથમ આ બસ હર્ષ દેસાઈ ચલાવતો હોવાના અહેવાલ  આવ્યા હતા. જો કે સલીમ શેખે તે બસ ચલાવતો હોવાનું જણાવ્યું છે. મીડિયા રીપોર્ટ એવું કહે છે કે હર્ષ પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહીં હોવાથી તે બસ ચલાવતો હોવા છતાં હવે કંઈ બોલવા તૈયાર નથી.

સલીમ તેની બાજુમાં બેઠો હતો. સલીમ મિર્ઝાએ ફોન કરી તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું વલસાડથી અમરનાથ યાત્રાએ નીકળેલી બસના ડ્રાઇવર સલીમ મિર્ઝાએ  રાતે સાડા નવ વાગ્યા આસપાસ પોતાના કઝિન જાવેદને ફોન કર્યો હતો અને સાડા આઠ વાગ્યે તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું.  ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય સરકાર આ ઘટના માટે બસ માલિક અને ડ્રાઇવર પર જ પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે કે અમરનાથ યાત્રા માટે તેને જરૂરી રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું અને ન તો બસ સુરક્ષા માપદંડોનું પાલન કરી રહી હતી. આ બસ ગુજરાતની ખાનગી ટ્રાવેલ કંપનીની હતી, તેણે આ તમામ વાતોને રદિયો આપતા ખોટી ગણાવી છે. ટ્રાવેલ કંપનીના માલિક જવાહર દેસાઇએ અગ્રણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ડ્રાઇવરની સાથો સાથ ભકતોનું પણ રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને આ કાગળ હુમલા બાદ બસમાં જ છૂટી ગયા હતા. તેમણે સુરક્ષા એજન્સીઓની દાવાની પોલ ખોલતા તમામ દસ્તાવેજો પણ દેખાડ્યા અને કહ્યું કે રજીસ્ટ્રેશન વગર બાબા બર્ફાનીના દર્શન માટે કોઇ જઇ શકે નહીં. જમ્મુ-કાશ્મીર સરકારના બે પાનાંના રિપોર્ટમાં લખ્યું છે કે આ બસ સાંજે 4:40 મિનિટે શ્રીનગરથી જમ્મુ માટે રવાના થઇ હતી. અનંતનાગના સંગમ વિસ્તાર પાસે પહોંચતા ડ્રાઇવરે યાત્રાળુઓને કહ્યું કે બસનું ટાયર પંકચર થઇ ગયું છે, જેને બદલવામાં અંદાજે એક કલાકનો સમય લાગ્યો. ત્યારબાદ બસ જ્યારે આગળ વધી તો 8:17 વાગ્યે ખાનાબલની પાસે આતંકીઓએ હુમલો કરી દીધો. જોકે આ દરમ્યાન બસ ડ્રાઇવર સલીમ શેખ ગભરાયા વગર બસ ચલાવતા રહ્યાં. ત્યારબાદ માંડ 75 ગજ જેટલું આગળ પહોંચવા પર બસ પર આંતકીઓએ બીજીવખત હુમલો કરી દીધો.
Next Article