Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, શ્રીનગરની ઝેલમ નદીમાં બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં 10 શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ડૂબી ગયા હતા. અકસ્માતમાં ચાર લોકોના મોતના સમાચાર છે.
અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોટમાં એક ડઝનથી વધુ બાળકો તેમજ કેટલાક અન્ય સ્થાનિક લોકો સવાર હતા. તેમને લઈને જતી બોટ ગાંદરબલથી બટવારા જઈ રહી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SDRFએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. જો સ્થાનિક લોકોની વાત માનવામાં આવે તો ઘટના બાદ તરત જ તેઓએ SDRF અને અન્ય અધિકારીઓને જાણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે જેલમ સહિત અનેક જળાશયોના જળસ્તર વધી ગયા છે.
અકસ્માત કેમ થયો?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદીનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે. આ જ કારણ છે કે જેલમમાં બોટ પલટી ગઈ.
<
STORY | Boat capsizes in Jhelum river in J-K, some people feared missing
— Press Trust of India (@PTI_News) April 16, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
જેલમ નદી ક્યાં છે
જેલમ નદી વિશે વાત કરીએ તો, તે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારત તેમજ ઉત્તર અને પૂર્વ પાકિસ્તાનની નદી માનવામાં આવે છે. પંજાબ પ્રદેશની પાંચ નદીઓમાં ઝેલમ સૌથી પશ્ચિમની નદી છે. તે પૂર્વ પાકિસ્તાનમાં સિંધુ નદીમાં જોડાય છે. આ એક એવી નદી છે જે કાશ્મીરની ખીણોને વધુ સુંદર બનાવે છે.