ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તેને તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈને પણ પાર્ટીનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે.1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. નડ્ડાએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હવે તેઓ કોબા ખાતે આવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરશે.જ્યાં કમલમ પર ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તેને તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈને પણ પાર્ટીનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે.1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. તેમણે એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ગુજરાત પ્રવાસને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ થયો છે, આજે તેઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં.જે.પી. નડ્ડાનું એરપોર્ટ પર પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ગુજરાતનું સંગઠન વર્ષોથી કામ કરે છે. આજે દિવસ ભર કાર્યક્રમો રહેશે. જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છે.વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે.પાર્ટીને પહોંચી વળવું મુશ્કેલ છે કારણકે પાયામાં કાર્યકર્તા છે. સવારે સૌ આવ્યા તેમને વંદન કરું છું.જે પી નડ્ડાના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.અમદાવાદ માં જી..એમ.ડી.સી. મેદાનમાં બપોરે આયોજિત કાર્યક્રમમાં આશરે સાતેક હજાર કાર્યકરોને સંબોધન કરશે, જ્યારે પ્રદેશ કાર્યાલય "કમલમ " ખાતે સાંજે યોજાનાર બેઠકમાં 700 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ અને મંત્રીમંડળના સભ્યો નડ્ડાનું માર્ગદર્શન મેળવશે. બંને કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પણ જવાના છે.