પેપર લિક મુદ્દે જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, ગાંધીનગર બેઠેલા એકેય સામે કાર્યવાહી થઇ નથી

Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2023 (16:27 IST)
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ઉમેદવારોમાં રોષ ફાટ્યો છે. આ રોષને કારણે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન થાય નહીં તે માટે સત્યાગ્રહ છાવણી પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હવે આ ઉમેદવારો ગાંધીનગર કૂચ કરશે તેવી ચર્ચાઓ શરૂ થતાં જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે.

કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, ગઈકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ છે.સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા કેટલા આરોપીઓ પકડાયા કેટલા ખટલા ચાલ્યા અને કેટલાનુ પીલ્લુ વાળી દીધું.કમલમ અને ગાંધીનગર બેઠેલા એકેય સામે કાર્યવાહી થઇ નથી. એક વર્ષમાં ડેઝીગ્નેટેડ કોર્ટમાં સ્પીડ ટ્રાયલ ચાલે અને જવાબદારને જેલમાં ધકેલાય છે.જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતુંકે, કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઇ થવાનું નથી. પીએમ મોદીએ ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ક્યાંય પેપર ન ફુટવાની ખાતરી આપી ન હતી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે. ગુજરાતના સામાન્ય ઘરમાંથી આવતા યુવક યુવતીઓનાં નસીબ ફુટ્યા છે. ભાજપની ભરોસાની સરકારે ૨૨ મો પાડો જણ્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article