યુટ્યુબ જોઈ ATM ચોરી કરતા શીખ્યો હાર્દિક પટેલ , પોલીસ પણ ચોંકી ગઈ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (16:16 IST)
સિટી ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મળીને કુલ 9 જેટલા ATMમાં ચોરી કરવા સબબ 25 વર્ષના યુવાનની ધરપકડ કરી છે. તેમજ તેની પાસેથી કૃષ્ણનગરના SBI ATMમાંથી ચોરી કરેલા 17.83 લાખ પૈકી રુ.9 લાખ રોકડા મેળવવામાં આવ્યા છે. વસ્ત્રાલ રોડ પર રહેતા હાર્દિક પટેલ નામના આ વ્યક્તિને પોલીસે બાતમીના આધારે પકડી લીધો હતો. હાર્દિક પટેલ નામનો આ શખ્સ ઝડપાયો ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.  પોલીસે તેના ઘરેથી ચોરેલી રકમની સાથે ATM મશિન તોડવા માટે ગેસકટર અને CCTVના DVR પણ કબ્જે લીધા હતા. 

પોલીસે કહ્યું કે બી.કોમની ડિગ્રી મેળવ્યા બાદ કોમ્યુટર રીપેરિંગનો કોર્સ કર્યો હતો. પરંતુ રોજગારી ન મળતા તેણે ATM ચોરી પર હાથ અજમાવવાનું વિચાર્યું હતું. આ માટે એકવાર પ્રયાસમાં અસફળતા મળ્યા બાદ તેણે ઇન્ટરનેટ દ્વારા ATM તોડવાનો અભ્યાસ કર્યો અને જલ્દીથી પૈસાદાર થવાના સપના જોતો પાછલા 4 વર્ષથી ATM તોડવા માટે પ્રયાસ કરતો હતો અને પકડાઈ ન જવાય માટે ATMના CCTVને DVRને ચોરી જતો હતો. હાર્દિક પટેલ ATM ચોરી માટે પહેલા પત્ની સેજલને સાથે રાખી રેકી કરતો હતો. જે બાદ ચોરી કરવાનો પ્રયાસ કરતો. જોકે પાછલા ચાર વર્ષમાં તેને કોઈ મોટી સફળતા મળી નહોતી. તેણે સ્વીકાર્યું કે આ ચાર વર્ષમાં તેણે વસ્ત્રાલ, ઇસનપુર, ન્યુ મણીનગર અને ઘોડાસર જેવા વિસ્તારોમાં ATM ચોરીના પ્રયાસ કર્યા છે. પરંતુ આ વખતે જ તેને મોટી સફળતા મળી હતી.

સંબંધિત સમાચાર

Next Article