અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. એટલાન્ટા સિટીમાં રહેતા કરમસદના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરાઈ છે. આ ઘટનાથી તેના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણ શખ્શોએ આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે એટલાન્ટા સિટીમાં ગુજરાતી પરિવારના 3 લોકો ઉપર લૂંટના ઇરાદે લૂંટારુએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો.
આ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કરતા કરમસદના 52 વર્ષીય પીનલભાઈ પટેલને ગંભીર ઇજા થવા પામી હતી. તેમને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા અશ્વેત લૂંટારુઓએ ફાયરિંગ કરીને રુપલબેન પીનલભાઈ પટેલ અને ભક્તિ પીનલભાઈ પટેલ ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આ અગાઉ 17 જૂન 2022ના રોજ આણંદ જિલ્લાના સોજીત્રા ગામના વતની પ્રેયર્સ પટેલની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં તેઓ રાત્રે કામ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘુસાલે શખ્સોએ ગોળીઓ વરસાવી હતી હતી. જે ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યા પોલીસની તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે માણસોને બંદૂકની ગોળી વાગી હતી. જેમને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા.