અમરનાથ યાત્રાએ ગયેલા ભક્તજનોને ત્રાસવાદી હૂમલાનો ભોગ બનવું પડ્યું છે. ત્યારે તેમને હવે શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. મૃતકોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલી આપી હતી.
મૃતકોને શ્રધ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સાતના મૃતદેહ અને 19 જટેલા ઈજાગ્રસ્તો સાથે અરમનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અને બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોના પાર્થિવ દેહને સુરત હવાઈ મથકે શ્રદ્ધાંજલી આપી હતી. અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ અને મહામંત્રી ભરતસિંહ પણ સુરત એરપોર્ટ હાજર રહ્યા છે.