સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા

Webdunia
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (13:05 IST)
Sarangpur news- સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિર ખાતે હર્ષદ ગઢવી નામના હનુમાન ભક્ત દ્વારા હનુમાનજીની વિશ્વ વિખ્યાત 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો હતો
 
 સાથે જ તોડફોડ કરવામાં આવી હતી. જે ભીંતચિત્રોને કાળો કલર કરનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં સાધુ-સંતો અને હિન્દુ યુવા સંગઠનો આવ્યા છે. 
 
હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બનતા આજે મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મુખ્યગેટ સહિત તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article