અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે 20થી 25 ગાડી એકસાથે ટકરાતાં અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહિ

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2021 (11:39 IST)
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. એકસાથે 20થી 25 ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોનું કહેવું છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અંદાજિત 20થી પણ વધુ ગાડીઓનો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. આજ સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસને કારણે વિસ્તારમા થતા ઘઉંના પાકને ફાયદો થશે.

સંબંધિત સમાચાર

Next Article