વડાપ્રધાનના ગુજરાતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ 25મી જાન્યુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે.

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (09:55 IST)
કોરોના અને કમુહરતા ના કારણે અટકી પડેલી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 10 દિવસમાં જ જાહેર થઈ શકે છે,એટલે કે વેકસીનેશનની સાથે 
વોટિંગની પણ તૈયારી કરવામાં આવી રહી છે,મીની વિધાનસભા જેવી છ મહાપાલિકા 31 જીલ્લા પંચાયત, 55 નગરપાલીકા અને 200થી વધુ તાલુકા 
પંચાયતની ચૂંટણીમાં રાજયના 3 કરોડથી વધુ મતદારોને આવરી લેતી આ ચૂંટણી માટે રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે,આ ચૂંટણીમાં ભાજપ અને 
કૉંગ્રેસ બે મોટા રાજકીય પક્ષ ને ટક્કર આપવા આમ આદમી પાર્ટી અને ઔવેસી ની AIMIM પણ મેદાનમાં ઉતારવા ની તૈયારી કરી ચુકી છે ગુજરાતમાં તા.16 અને 18 ના વડાપ્રધાનના સરકારી કાર્યક્રમો પૂર્ણ થયા બાદ તા.25 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે.રાજયમાં વહીવટીતંત્રએ કોરોના સંક્રમણ અને વેકસીનેશનમાં કામગીરી બજાવ્યા બાદ હવે ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ જશે તથા તા.25 ફેબ્રુઆરી આસપાસ મતદાનની તારીખ અને ફેબ્રુઆરી માસના અંતે ચૂંટણી પરિણામો જાહેર થશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં બે તબકકામાં ચૂંટણીઓ યેજાય તેવી ધારણા છે. પ્રથમ મહાપાલિકાને તબકકા અને તેની સાથે પાલિકાઓને આવરી લેવાશે અને બીજા તબકકમાં જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે. પરંતુ પરિણામ સાથે જાહેર થશે. ચૂંટણી તૈયારીઓમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઔવેસી ની AIMIM પાર્ટી પણ ચૂંટણી જંગ માં ઉતારવાની છે તયારે આ જંગ રસપ્રદ બની જશે. ભાજપમાં નવા સુકાની સી.આર.પાટીલના નેતૃત્વની આ પ્રથમ મોટી ચૂંટણી હશે. અગાઉ તેઓના આગમન બાદની ધારાસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં કલીન સ્વીપ કરીને ભાજપે આત્મવિશ્ર્વાસ મેળવી લીધો છે. તો કોંગ્રેસ પક્ષે પણ મહાપાલિકાના નિરીક્ષકો જાહેર કરી દીધા છે અને પક્ષ હવે તેના સ્થાનિક નેતાઓના આધારે જ છે. આ પક્ષને 2015માં પાટીદાર અનામત આંદોલનથી જે લાભ મળ્યો હતો. હવે આ ચૂંટણીમાં કેટલો લાભ મળે તે મતદારો નક્કી કરશે, જયારે આમ આદમી પાર્ટી ત્રીજા પરિબળ તરીકે સામે આવી છે.આમ આદમી પાર્ટી તો ચૂંટણી જાહેર થાય તે પહેલાં ઉમેદવારો પણ જાહેર કરવા લાગી છે, એટલું જ નહીં ઔવેસી ની AIMIM પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લડવા ની તૈયારી કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર