અમદાવાદના વસ્ત્રાલમાં દીપડાની એન્ટ્રી? ફોરેસ્ટ વિભાગ સક્રિય

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (08:42 IST)
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મંદિરની આસપાસ દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પહેલાં દિપડો ગાંધીનગરમાં પણ જોવા મળ્યો હતો. ગામના લોકોને ખુલ્લામાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના આપી. તેમજ ક્યાંય પણ દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ જણાવ્યું છે. વસ્ત્રાલની સીમમાં ભયજી જી રાજાજીના ખેતરમાં શક્તિમાં ના મંદિર પાસે દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા છે.
તસવીરમાં પ્રાણી સ્પષ્ટ નથી દેખાતું, પરંતુ લોકોનું કહેવું છે કે, તે દીપડો જ છે. દરમિયાનમાં વસ્ત્રાલમાં આવેલા ભયજી રાજાજીના ખેતરમાં મંદિર પાસે દીપડાના પગના નિશાન મળી આવતા તે પ્રાણી દીપડો જ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  પંજાની આગળ નખનાં નિશાનો પણ છે જેના કારણે આ કોઇ હિંસક પ્રાણી હોવાનું વન વિભાગ માની રહ્યું છે.  જેને પગલે વન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. 
 
પગના નિશાન આધારે આ વિસ્તારમાં દિપડો ફરી રહ્યો હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જેથી ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય બન્યુ છે. પગના નિશાન આધારે દિપડાની શોધખોળ આદરવામાં આવી છે. દિપડો કઇ દિશામાં આગળ વધ્યો છે તેની ખાતરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. 
 
જો કે, એક સીસીટીવીમાં દીપડો કેદ થયો હોવાના સ્થાનિક લોકોના દાવા બાદ વનવિભાગે તપાસ કરતા સીસીટીવીમાં દેખાતું પ્રાણી દીપડો નહીં પણ ઝરખ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વન વિભાગના ડીએફઓ ડો. શકીરાબેગમે જણાવ્યું હતું કે, દીપડા હોવાનાં કોઈ નિશાન મળ્યાં નથી અને તેનાથી લોકોએ ડરવાની જરૂર નથી. ઝરખ હુમલો કરી શકે છે, જેથી તેને પકડવા વન વિભાગે 4 પાંજરાં મૂક્યાં છે અને ત્રણ ટીમ હાલમાં કામ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર