આજે ઉત્તરથી દક્ષિણ ભારતમાં તહેવારોનો દિવસ છે. મકરસંક્રાંતિ, પોંગલ સહિતના અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે, તો આ બધાની વચ્ચે જલ્લીકટ્ટુનો કાર્યક્રમ પણ છે. આ તહેવારોની છાયામાં ઘણી રાજકીય ઘટનાઓ પણ યોજાવાની છે, જે ભવિષ્યની ચૂંટણીની ઝલક બતાવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંઘના વડા મોહન ભાગવત આજે તમિલનાડુમાં છે, જે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
પતંગનો ઓચ્છવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! - વડાપ્રધાન નરેન્દ્ર માદી