અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂનિયરો ડોક્ટરો ઉતર્યા હડતાળ પર

Webdunia
ગુરુવાર, 8 એપ્રિલ 2021 (11:18 IST)
એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે તો બીજી તરફ દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં 3 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આવા કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.
 
સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરોનું કહેવું છે કે અમે કોરોના વોર્ડમાં પીપીઈ કીટ પહેરીને ૧૨-૧૨ કલાક સેવા બજાવીએ છીએ, આમ છતાં અમોને પીવા માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી સરકારે એમ કહ્યું હતું કે કોરોના વોર્ડમાં જે જુનિયર તબીબો ૩૦ દિવસથી વધુ દિવસ ફરજ બજાવે તો તેઓને ૨૫ હજાર વધારાનું મહેનતાણુ આપવામાં આવશે એ પણ આપવામાં આવતુ નથી.
 
અમે અમારી ફરજ બજાવીએ છીએ એમ છતાં પણ તંત્ર દ્વારા અમારી કોઈ કાળજી રાખવામાં આવતી નથી ઃ આ સહિત અનેક કારણોથી જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયાનું જાણવા મળે છે.

સંબંધિત સમાચાર

Next Article