યાયાવર, યુરેશિયન સહિતના પક્ષીઓને જાણવા અને માણવા માટે ઘરઆંગણે આવ્યો અનોખો અવસર

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (10:22 IST)
ભરૂચ જિલ્લો અનેક જૈવ- વૈવિધ્યતા ધરાવતો જીલ્લો છે. મા નર્મદાના સાનિધ્ય સાથે દરીયા કિનારો પણ આવેલો છે. વાતાવરણની સાથે ભૌગોલિક પરિસ્થિતિમાં વિવિધતામાં એકતાના સૂરને આંલેખતા જિલ્લામાં હવે યાયાવર પક્ષીઓ પણ ભરૂચના જિલ્લાના મહેમાન બન્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે  આવેલા પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ તેમજ વાગરાં તાલુકાના અલિયાબેટ,  કોયલી બેટ અને ભરૂચ તાલુકાના કબીરવડ સહીત અનેક સ્થળોએ માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ભરૂચ જિલ્લાના મહેમાન બન્યા છે.
 
હવા પ્રદૂષણનો  AQI  એર કવોલિટી ઈન્ટેકક્ષ અનુકૂળ ન  હોવાછતાં પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા પર્યાવરણપ્રેમીઓમાં પણ  હવે અચરજ  જોવા મળી રહ્યું  છે. હજારો માઈલ દુરથી ઉડીંને આવતા અવનવા પક્ષીઓને અનેરું સુરક્ષિત વાતાવરણ મળતા અનેક પ્રકારની પક્ષીઓની જાતને જાણવા અને માણવા માટે જિલ્લાના નાગરિકો માટે ધરઆંગણે અનોખો અવસર આવ્યો છે.  
 અલગ- અલગ પક્ષીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે
ભરૂચ જિલ્લો છેલ્લા 20 વર્ષથી માઈગ્રેટ બર્ડનું આશ્રયસ્થાન બન્યો છે. જિલ્લામાં 7 થી વધુ સ્થળે માઈગ્રેટ બર્ડ શિયાળા દરમિયાન આવી વસવાટ કરી રહ્યા છે. કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે. નદીના વહેણ વિસ્તારનો તટ સાંકળો થવાના કારણે ફ્લેમીંગો ધીરે -ધીરે સ્થળ આગળ વધારી રહ્યા છે. જ્યારે પાનોલી જીઆઇડીસીમાં વધુ સંખ્યા માઈગ્રેટ  બતકો  જોવા મળે છે.  ભરણ ગામ ખાતે આ ઉપરાંત ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલ ડક, સ્પૂન બીલ્ડ ડક, પેલિકેન સહીત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવીને વસવાટ કરી  રહ્યા છે.
 
આ માઈગ્રેટ પક્ષીઓ ઘણા જ સેન્સિટિવ હોય છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ છે. જેમાં પાનોલી GIDCના  તળાવમાં હજારો સંખ્યામાં માઈગ્રેટ પક્ષીઓ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી આવી રહ્યા છે. પોતાના માફક વાતાવરણ નહીં મળે તો તેવો અન્યત્ર ખસી જતા હોય છે. ત્યારે જિલ્લામાં વિદેશી યાયાવર પક્ષીઓની હયાતી જોવા મળી રહી છે. જે ખરેખર ભરૂચ જિલ્લા માટે આવકારદાયક બાબત છે.

સંબંધિત સમાચાર

Next Article