દુકાનોમાં લાગી ભીષણ આગ

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2023 (10:06 IST)
fire in surendranagar
દિવાળી સાથે જ આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક સાથે 15 થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. તેમજ આગ પર કાબુ મેળવવા માટે આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા રાજકમલ ચોકમાં દુકાનોમાં આગ લાગી ગઈ હતી. જેમાં એક સાથે 15 થી વધુ દુકાનોમાં આગની ઘટના સામે આવી છે. જે પછી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 15થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે. તેમજ આર્મી દ્વારા સ્પેશિયલ આગ ઓલવવાના ગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે. આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી. પરંતુ દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.म

સંબંધિત સમાચાર

Next Article