તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. અમદાવાદીઓસાથે થાય છે ચેડા ન થાય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે . તહેવારી સીઝનમાં ઘી અને પનીર ખરીદતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા વાસી તથા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા કમિશનરની તાકીદ બાદ ઘી-પનીરના નમૂના તપાસમાં ફેલ થયા છે. AMC દ્વારા લેવામાં આવેલા ઘી-પનીરના નમૂના મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા બાદ શહેરમાં અનેક જગ્યાએ સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓ વેચાતી હોવાનું પૂરવાર થઈ રહ્યું છે.