બનાસકાંઠા ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા, 2 ની હાલત ગંભીર

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2023 (12:16 IST)
ડીસાના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા પી ને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે.
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ  પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે સગા પિતાએ તેમના જ સંતાનોને કયા કારણોસર દવા પીવડાવી એ કારણ હજી જાણવા મળ્યું નથી.  હાલ જાણવી મળતી વિગતો મુજબ પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે સગા પિતાએ તેમના જ સંતાનોને કયા કારણોસર દવા પીવડાવી એ કારણ હજી જાણવા મળ્યું નથી. 
 
માલગઢ ગામે રહેતા નગુભાઈ માલાભાઈ વાલ્મિકી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ ગત મોડી રાત્રે નગુભાઈ વાલ્મિકી તેમની માતા, બે દીકરી અને ત્રણ દીકરા સહિત સાત લોકોએ જંતુનાશક દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ઘટનાની જાણ થતાં જ આજુબાજુમાં રહેતા તેમના સગા સંબંધીઓ દોડી આવી તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
 

સંબંધિત સમાચાર

Next Article