ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાંથી ૪૩ દર્દીઓને રજા અપાઈ, નવા ૬૫ દર્દીઓ થયા એડમિટ

Webdunia
સોમવાર, 3 મે 2021 (10:46 IST)
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલ ખાતે કાર્યરત કરાયેલી ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાંથી ૩૩ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે (સાંજે ૬-૦૦ વાગ્યા સુધી), જ્યારે ૬૫ નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 
 
આમ, હાલમાં ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે.
 
ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં વિશિષ્ટ જરુરિયાતને ધ્યાનમાં લઈ નવા ૧૫ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની સેવા લેવામાં આવી છે, જે કોવીડ પ્રોટોકોલ મુજબ આઈસીયુમાં કામગીરી કરશે. કોવીડગ્રસ્ત દર્દી અને સ્વજન વચ્ચે સેતુરુપ બનતી વીડિયો કોલિંગ  સેવા- ‘કોવીડ સાથી’ મારફતે આજે ૫૩થી વધુ દર્દીઓએ સ્વજન સાથે સંવાદ સાધ્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article