Gujarat - BJPથી ગભરાઈ કોંગ્રેસ, રાતોરાત 41 ધારાસભ્યોને બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા

Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (10:30 IST)
ગુજરાતમાં થનારી રાજ્યસભા ચૂંટણી પહેલા 6 કોંગ્રેસી ધારાસભ્યોના પાર્ટીનો સાથ છોડી બીજેપીમાં ચાલ્યા જવા પર પાર્ટીમાં કોહરામ મચી ગયુ. પાર્ટી ઉતાવળમાં 41 ધારસભ્યોને શુક્રવારે મોડી રાત્રે બેંગલુરૂ લઈ ગઈ.
 
ઉલ્લેખનીય છે કે બધા 41 ધારાસભ્યોને 8 ઓગસ્ટના રોજ થનારી રાજ્યસભા ચૂંટણીના પહેલા સુધી રાખવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસના એક ધારાસભ્યએ જણાવ્યુ કે પાર્ટી ધારાસભ્યોને તોડવા માટે બીજેપી પોલીસનું દબાણ કે પૈસાના દબાણ દ્વારા તોડવાનો પ્રયાસ કરી રહી છે. 

<

Ahmedabad: 44 Gujarat Congress MLAs leave for Bengaluru pic.twitter.com/BtRim2K8Sm

— ANI (@ANI_news) July 28, 2017 >
શુક્રવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને ઠાસરાના રામસિંહ પરમારે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા 6 થઈ છે. બીજીતરફ કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલને પછાડવાની ભાજપની યોજનાને નિષ્ફળ બનાવવા કોંગ્રેસના 41  જેટલા ધારાસભ્યોને શુક્રવારે મોડી રાત્રે ગુજરાત બહાર-કર્ણાટકના બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને મતદાનના એક-બે દિવસ પહેલાં, 6-7 ઓગસ્ટે ગુજરાત પરત લવાશે. 
 
કોંગી ધારાસભ્યોના રાજીનામાના દોર વચ્ચે શુક્રવારે દિવસ દરમિયાન વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલ, પ્રભારી અશોક ગેહલોત સહિત ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરતાં તેમની પાસે ધારાસભ્યોની પુરતી સંખ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.
Next Article