રાજ્યમાં વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદારોની મોટી સંસ્થા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું છે. આર.પી.પટેલે કહ્યું કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવી અને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. સમાજે ચેતી જવાની જરૂર. સમાજના વડિલો ઝડપથી જાગી જાય નહીંતર ખૂબ મોટી તકલીફ આવનાર સમયમાં પડવાની છે.
જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીઓને જેહાદી પ્રવૃતિ કે પછી પ્રેજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શું સ્થિતિ હશે.આ અગાઉ પણ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે આવેદન આપેલું હતું. કોઈ પણ દીકરીના લગ્ન રજિસ્ટ્રેશન વખતે જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સહી ફરજિયાત હોય તો અન્ય સમાજના કે પછી અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી કે પ્રેમજાળામાં ફસાવી લગ્ન ન કરી જાય. જે સંદર્ભે સરકાર હાલમાં વિચારણાધીન છે કે દીકરીઓના લગ્નના રજીસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજિયાત કરાય. આ અંગે આર.પી.પટેલ જણાવ્યું હતું કે જો માતા-પિતાની સહી ફરજિયાત કરાશે તો પાટીદાર સમાજમાં કે અન્ય સમાજમાં લવજેહાદના કિસ્સાઓ નહીં બને.પોલીસ અને સરકારને પણ કામનું ભારણ ઓછું આવશે. હાલમાં મહિલા પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ પડેલી અરજીઓ વધુ સમય પડી નહીં રહે અને એક સામાજિક સમરસતા અને સામાજિક સુલેહ ભર્યું વાતાવરણ બની શકે છે. સમસ્ત પાટીદાર સમાજની તમામ સંસ્થાઓની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી.